સુરતની Viaana Kids Storeમાં લાગી મોટી આગ, સ્ટોર અને વેરહાઉસને ભારે નુકસાન


સુરતની જાણીતી “Viaana Kids Store”માં આગની મોટી ઘટના સામે આવી છે. સ્ટોર મેનેજમેન્ટ દ્વારા સોશિયલ મીડિયા અને વેબસાઇટ મારફતે જાહેર કરાયેલી માહિતી મુજબ, સ્ટોર અને વેરહાઉસમાં લાગેલી આગના કારણે ભારે નુકસાન થયું છે.

મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આગમાં સમગ્ર સ્ટોક, ઇન્ટિરિયર સેટઅપ અને તાજેતરમાં શરૂ કરાયેલ સ્ટોરને મોટું નુકસાન પહોંચ્યું છે. હાલ સ્ટોરની કામગીરી તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવી છે.

સ્થળની મુલાકાત દરમિયાન સ્ટોર બંધ હાલતમાં જોવા મળ્યો હતો. સ્ટોર તરફથી ગ્રાહકોને ધીરજ રાખવાની અપીલ કરવામાં આવી છે અને બાકી રહેલા ઓર્ડર, રિફંડ અને પૂછપરછનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ અને કુલ નુકસાન અંગે હજુ સુધી સત્તાવાર ફાયર વિભાગની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા સ્ટોર મેનેજમેન્ટને સમર્થન અને હિંમત આપતા સંદેશાઓ પણ શેર કરવામાં આવી રહ્યા છે.

📍 Surat
📲 Follow: @surat_news
🌐 surties.co.in

Comments